વિધવા સહાય યોજના ફોર્મ pdf 2024 | Vidhva Sahay Yojana Form PDF



આ આર્ટીકલમાં વિધવા સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આપવા જઈ રહ્યા છીએ. વિધવા સહાય યોજના અરજી ફોર્મ વગેરે જેવી માહિતી આપી છે.

Vidhva Sahay Yojana 2024 માધ્યમથી લાભાર્થી સંપૂર્ણ માહિતી મેળવી આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ આર્ટિકલ દ્વારા તમને વિધવા સહાય યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મળશે. આ ઉપરાંત તમે આ લેખ વાંચીને પાત્રતા, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અરજી સંબંધિત માહિતી પણ મેળવી શકશો.

વિધવા સહાય યોજના 2024 વિષે સંપૂર્ણ માહિતી :
Complete information about Vidhva Sahay Yojana 2024 :

ગુજરાત માં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘણી બધી સરકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેમાંથી એક વિધવા સહાય યોજના પણ છે. ગુજરાત સરકાર દ્વારા વિધવા સ્ત્રીઓની સતત ચિંતા કરી વિધવા સહાય યોજના ચાલુ કરવામાં આવી. વિધવા સ્ત્રીઓ આ યોજનાનો લાભ મેળવી તેમનું સુખાકારી જીવન સ્વતંત્ર જીવી શકે છે.

એવા ઘણા પરિવારો છે જેમાં ફક્ત પતિ,પત્ની અને નાના બાળકો જ રહે છે. આવી સ્થિતિમાં વિધવા મહિલાઓને તેમના પતિના મૃત્યુ પછી ઘરનો ખર્ચ ચલાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમે પણ વિધવા છો અને આવી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમે વિધવા સહાય યોજના 2024 હેઠળ સરકાર તરફથી નાણાકીય સહાય મેળવી શકો છો. આ લેખમાં અમે જણાવ્યું છે કે વિધવા સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી, યોગ્યતા શું હશે અને કયા દસ્તાવેજોની જરૂર પડશે.

નોંધ - વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) કરવામાં આવ્યું છે.

વિધવા સહાય યોજના નો ઉદેશ્ય :

આ યોજના ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને ગંગા સ્વરૂપ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ, સરકાર દ્વારા રાજ્યની તમામ વિધવા મહિલાઓને પેન્શનના રૂપમાં દર મહિને 1,250 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જેથી તેઓ પોતાના ઘરની ખાસ જરૂરિયાતો પૂરી કરી શકે. તેનો લાભ ગુજરાત રાજ્યની 35 લાખ મહિલાઓને મળશે. યોજના માટે અરજી કર્યા બાદ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ સીધી મહિલાઓના ખાતામાં જમા કરવામાં આવશે.

આ વિધવા સહાય યોજના 2024 ના અમલીકરણ સાથે ગુજરાત રાજ્યમાં પણ વિધવાઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે વિધવા મહિલાઓને સમાજમાં યોગ્ય સન્માન મળતું નથી. આવી સ્થિતિમાં ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલાઓના હિતોને સુનિશ્ચિત કરવા વિધવા સહાય યોજના શરૂ કરી છે. પતિના અવસાન પછી વિધવાને સમાન અધિકાર મળતો નથી. તેમની પાસેથી સારી રોજગારીની તકો છીનવાઈ જાય છે. ઘણા કિસ્સાઓમાં, વિધવાપણાને પરિવાર પર બોજ ગણવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ચલાવવામાં આવતા પેન્શન લાભો હેઠળ વિધવા મહિલાઓને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિધવા સહાય યોજનામાં કેટલી સહાયની રકમ મળે :

  • આ યોજના હેઠળ વિધવા મહિલાઓને દર મહિને 1,250 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
  • વિધવા મહિલાઓ તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરી શકશે.
  • રાજ્યની 35 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.

વિધવા સહાય યોજના નો લાભ મેળવવા લાયકાત ધોરણ :

  • અરજદાર ગુજરાત રાજ્યનો નાગરિક હોવો આવશ્યક છે.
  • યોજનાનો લાભ મેળવવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં અરજદારની કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારમાં અરજદારની કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર વિધવા હોવી જોઈએ.
  • વિધવા મહિલાનું નામ કોઈપણ પ્રકારના ગુનાહિત રેકોર્ડમાં ન હોવું જોઈએ.
  • અરજી કરનાર મહિલા અન્ય કોઈપણ સરકારી પેન્શન અથવા નાણાકીય સહાયની લાભાર્થી હોવી જોઈએ નહીં.

વિધવા સહાય યોજના માં અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ :

  1. આધાર કાર્ડ
  2. બેંક પાસબુક ની નકલ
  3. રેશનકાર્ડ ની નકલ
  4. આવક પ્રમાણપત્ર
  5. પતિનો મરણ નો દાખલો
  6. પેઢીનામા ની નકલ
  7. સ્ત્રીની ઉંમરનું પ્રમાણપત્ર
  8. સરનામાનો પુરાવો
  9. પુનઃલગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રી નું પ્રમાણપત્ર
  10. વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર
  11. શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
  12. પાસપોર્ટ સાઇઝનો ફોટો

વિધવા સહાય યોજના માં અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું :

  • સૌ પ્રથમ તમારે વિધવા સહાય યોજનાનું ફોર્મ તેની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા નિચે આપેલ DOWNLOAD બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરવું પડશે અથવા તમે આ ફોર્મ મામલતદાર/તલાટી/જન સેવા કેન્દ્રમાંથી પણ મેળવી શકો છો.
  • ફોર્મ પ્રાપ્ત કર્યા બાદ તમારે તેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે, અને ફોટો કોલમમાં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડવાનો રહેશે.
  • ફોર્મ સંપૂર્ણ ભર્યા બાદ માંગવામાં આવેલ તમામ જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી અરજી ફોર્મ સાથે જોડવાની રહેશે. ફોટોકોપી કરાવતા પહેલા, એકવાર બધા દસ્તાવેજો તપાસવાની ખાતરી કરી લેવી.
  • અરજી ફોર્મમાં ભરેલી માહિતી અને દસ્તાવેજો તપાસ્યા પછી મામલતદાર/તલાટી/જન સેવા કેન્દ્ર પર જાઓ અને સબંધિત અધિકારી પાસે અરજી ફોર્મ સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ રજુ કરો.
  • પસંદગી તે દિવસે શરૂ થાય છે જ્યારે તમે દસ્તાવેજો સાથે તમારું અરજી ફોર્મ સબમિટ કરો છો, પ્રક્રિયામાં સમય લાગશે કારણ કે તેમને કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને વ્યક્તિના દરેક દસ્તાવેજની ચકાસણી કરવી પડશે. જ્યાં સુધી વેરિફિકેશન કામ ન થાય ત્યાં સુધી ઉમેદવારે મંજૂરી માટે રાહ જોવી પડશે, તેમાં 60 દિવસનો સમય લાગી શકે છે. એકવાર વેરિફિકેશન પ્રક્રિયા થઈ ગયા પછી પસંદ કરાયેલા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. પછી પસંદ કરેલ અરજદાર સામાજિક સુરક્ષા વિભાગ પાસેથી મંજૂરી પત્ર એકત્રિત કરી શકે છે.
  • 60 દિવસમાં તમારી અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અધિકારીઓ દ્વારા અરજી મંજૂર કરવામાં આવશે, ત્યારબાદ અરજી ફોર્મમાં આપવામાં આવેલા ખાતામાં દર મહિને 1,250 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે.

વિધવા સહાય યોજના માં અરજી મંજૂર કરવાની સત્તા કોની પાસે છે :

વિધવા સહાય યોજના અથવા ગંગા સ્વરૂપા યોજનાઓ ની અરજી મંજુર કરવાની સત્તા એ સામાજિક સુરક્ષા વિભાગ ને આ યોજનાની અરજી મંજૂર તેમજ ના મંજુર કરવાની સત્તાવાર સોંપવામાં આવેલી છે.

વિધવા સહાય યોજના માટે અરજી આપવાનું સ્થળ :

  • સબંધિત જિલ્લા અથવા તાલુકાના જન સેવા કેન્દ્ર પર
  • મામલતદાર કચેરી
  • ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.

વિધવા સહાય યોજના માટે અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો :

  1. આધાર કાર્ડ
  2. બેંક પાસબુક ની નકલ
  3. રેશનકાર્ડ ની નકલ
  4. આવક પ્રમાણપત્ર
  5. પતિનો મરણ નો દાખલો
  6. પેઢીનામા ની નકલ
  7. સ્ત્રીની ઉંમરનું પ્રમાણપત્ર
  8. સરનામાનો પુરાવો
  9. પુનઃલગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રી નું પ્રમાણપત્ર
  10. વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર
  11. શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
  12. પાસપોર્ટ સાઇઝનો ફોટો

વિધવા સહાય યોજના સહાયની ચુકવણી કઈ રીતે થાય છે?

વિધવા સહાય યોજના દ્વારા મળતી સહાય ડી.બી.ટી (DBT) દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.

વિધવા સહાય યોજના માટે અરજી પત્રક ક્યાંથી મળશે?

વિધવા સહાય યોજનાનું ફોર્મ નિચે આપેલ DOWNLOAD બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો અથવા તમે આ ફોર્મ મામલતદાર/તલાટી/જન સેવા કેન્દ્રમાંથી પણ મેળવી શકો છો.

વિધવા સહાય માં સહાય બંધ ક્યારે થાય ?

વિધવા સહાય યોજના માં અરજદાર વિધવા અરજદારનું અવસાન થયા બાદ સહાય બંધ કરી દેવામાં આવે છે.

વિધવા સહાય યોજના ની વેબસાઇટ :

નિચે આપેલ વેબસાઈટ બટન પર ક્લિક કરી વિધવા સહાય યોજનાની સતાવાર વેબસાઈટ ની મુલાકાત લઈ શકો છો :

ગંગા સ્વરૂપા યોજનાનું ફોર્મ pdf download :

નિચે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરી વિધવા સહાય યોજના નું અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો :

વિધવા સહાય યોજના ગુજરાતી સંપૂર્ણ માહિતી વિડિયો :



FAQ : વિધવા સહાય યોજના

Q. આ યોજના માટે વહીવટીતંત્ર દ્વારા કેટલી રકમ આપવામાં આવશે?
A.
વિધવા સહાય યોજના અંતર્ગત વિધવા મહિલાઓને દર મહિને 1,250 રૂપિયાની આર્થિક સહાય લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.

Q. ગુજરાતમાં વિધવા સહાય યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ શું છે?
A.
ગુજરાતમાં આ યોજનાનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિધવાઓને આર્થિક રીતે મદદ કરવાનો છે જેથી કરીને તેઓ તેમના પરિવારને ટેકો આપી શકે અને વ્યક્તિગત રીતે કમાઈ શકે.

Q. ગુજરાત વિધવા સહાય યોજનાનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે મારે કેટલી રકમ ચૂકવવી પડશે?
A.
સત્તાવાર રીતે તમારે ગુજરાત વિધવા સહાય માં રજીસ્ટ્રેશન કરવા માટે 30₹ ફી ચૂકવવી પડશે.

Q. વિધવા સહાય યોજના નો હેલ્પ લાઈન નંબર ક્યો છે?
A.
વિધવા સહાય યોજના ડિજિટલ ગુજરાત નો હેલ્પ લાઈન 18002335500 છે.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વિધવા સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે. Vidhva Sahay Yojana વિશે Gujarati માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.