રોટાવેટર સહાય યોજના | Rotavator Subsidy Online Form [2024]


આ આર્ટીકલમાં રોટાવેટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આપવા જઈ રહ્યા છીએ. રોટાવેટર સહાય યોજના અરજી ફોર્મ વગેરે જેવી માહિતી આપી છે.

Rotavator Sahay Yojana 2024 માધ્યમથી, લાભાર્થી સંપૂર્ણ માહિતી મેળવી આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ આર્ટિકલ દ્વારા તમને રોટાવેટર સહાય યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મળશે. આ ઉપરાંત, તમે આ લેખ વાંચીને પાત્રતા, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અરજી સંબંધિત માહિતી પણ મેળવી શકશો.

રોટાવેટર સહાય યોજના 2024 વિષે સંપૂર્ણ માહિતી :
Complete Information About Rotavator Sahay Yojana 2024 :

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની સુખાકારી માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી છે જેનો લાભ લઈ ખેડૂતો પોતાની આવક બમણી કરી શકે, જેમકે પલાઉ, પાવર ટીલર, પાવર થ્રેસર, ટ્રેક્ટર સહાય યોજના જેમાંથી એક રોટાવેટર સહાય યોજના શરૂ કરવામાં આવી છે.

ખેડૂત ખેતરમાં પાક ઉગાડતી વખતે, ખાતરી શકે છે કે માટી સારી રીતે સચવાય છે જેથી તેને ઉગાડવામાં કોઈ સમસ્યા ન આવે. ખેડૂતો માટે રોટાવેટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રોટાવેટર મશીનો એવા ખેડૂતો માટે આવશ્યક સાધન છે કે જેઓ પાક રોપવા અને ખેતી કરવા માટે તેમની જમીનને અસરકારક રીતે તૈયાર કરવા માગે છે. આ રોટાવેટર વિવિધ કાર્યો કરી શકે છે, જેમ કે જમીનને ખેડવી અને મિશ્રણ કરવું, તેને કોઈપણ કૃષિ કામગીરીમાં નિર્ણાયક સાધનો બનાવે છે. તે એક શક્તિશાળી સાધન છે જે ખેતીની કામગીરીની કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. રોટાવેટરનો ઉપયોગ કરીને, ખેડુત વધુ સમૃદ્ધ જમીન જોશે, જે પાકની વૃદ્ધિમાં ઉચ્ચ સફળતા દર તરફ દોરી જાય છે.

રોટોવેટર સહાય યોજના ખેડૂતોને રોટોવેટર ખરીદવામાં મદદ કરે છે. રોટોવેટર ખેતી માટે ખુબ જરૂરી છે, પરંતુ તે મોંઘા હોવાથી કેટલાક ખેડૂતો ને પોષાય તેમ નથી અને તેમને ભાડું આપવું પડે છે, જેના માટે વધુ પૈસા ખર્ચ થાય છે. જેના કારણે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ખેડૂતોને રોટોવેટર ખરીદવા માટે સબસિડી આપે છે.

રોટાવેટર સહાય યોજનાનો ઉદ્દેશ્ય :

રોટોવેટર ખેતી માં ખુબ જ જરૂરી સાધન છે જેના લીધે ખેડુતોને રાહત મળે તથા ખેડુતો નું પાક ઉત્પાદન વધુ થાય જેથી ખેતી ની આવક પણ બમણી થાય જેના કારણે ગુજરાત રાજ્યમાં ખેડતો ના હિત માટે રોટોવેટર સહાય યોજના ચાલુ મુકવામાં આવી, રોટોવેટર સહાય યોજના ગુજરાત સરકારના દ્વારા પૂરી પાડવામાં આવે છે. રોટોવેટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે ઓનલાઈન અરજી આઈ-ખેડુત પોર્ટલ દ્વારા કરવાની રહેશે. ત્યાર બાદ સહાય સીધી ખેડુત ના ખાતા માં જમા કરી દેવા આવે છે.

રોટાવેટર સહાય યોજનાનો લાભ મેળવવા લાયકાત ધોરણ :

  • અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • અરજદાર ખેડુત હોવો જોઈએ.
  • ખેડૂતે અરજી કરતા પહેલાં રોટાવેટર ની ખરીદી કરવી ફરજીયાત છે.
  • અરજદારે પોતાના નામે ટ્રેકટર હોવું ફરજીયાત છે.
  • ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા SC,ST,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓનો લાભ મળશે.
  • આ યોજનામાં પુનઃલાભ મેળવવાનો સમય ૧૦ વર્ષ નો રહેશે.

રોટાવેટર સહાય યોજનામાં કેટલી સહાયની રકમ મળે :

આ યોજનામાં અલગ-અલગ રોટાવેટર માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે.
  • ખેડૂતો માટે એમના ટ્રેકટર 20 થી વધુ અને 35 બી.એચ.પી.થી ચાલતા હોય અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.34,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો વધારે લાભ મળશે, જેવો કે કુલ ખર્ચના 50% અથવા રૂ. 42,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂતોને તેમના ટ્રેકટર 35 B.H.P થી વધુથી ચાલતા અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા રૂ.34,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
  • 6 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 40 % અથવા રૂ.35,800/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો કુલ ખર્ચના 50% અથવા રૂ.44,800/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 7 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.38,100/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.47,600/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.

રોટાવેટર સહાય યોજનામાં લાભ મેળવવા કેટલી કિંમતના રોટાવેટરની ખરીદી કરવી :

માર્કેટમાં ટ્રેક્ટર રોટાવેટરની કિંમત 13,300 રૂપિયાથી શરૂ થઈને 1.68 લાખ રૂપિયા છે. ખેડૂતો તેમની અનુકૂળતા મુજબ યોગ્ય રોટાવેટર પસંદ કરી શકે છે. જે કંપનીઓના રોટાવેટર બજારમાં વધુ લોકપ્રિય છે તેમાં માસ્ચિયો ગાસ્પર્ડો, શક્તિમાન, મહિન્દ્રા, સોલિસ, ફિલ્ડકિંગ વગેરે જેવી કંપનીઓના રોટાવેટર/રોટરી ટીલર્સનો સમાવેશ થાય છે.

રોટાવેટર સહાય યોજના માં અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ :

રોટાવેટર સહાય યોજનામાં અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ નીચે મુજબ છે :
  1. આધાકાર્ડ
  2. બેંક પાસબુક
  3. જમીન ના ૭/૧૨, ૮-અ ના ઉતારા
  4. રેશનકાર્ડ
  5. મોબાઈલ નંબર
  6. રોટાવેટર નું પાક્કું બિલ
  7. ટ્રેક્ટર ની R.C બુક
  8. ૮-અ માં એક કરતાં વધુ નામ હોય તો સંમતિ પત્રક

રોટાવેટર સહાય યોજના માં અરજી ફોર્મ કેવી રીતે ભરવું :

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ખેડૂતોના કલ્યાણ માટે રોટાવેટર સહાય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડુતે જાતે અરજી કરવા માટેની રીત નીચે મુજબ છે:
  1. સૌ પ્રથમ, અરજદારે નિચે આપેલ વેબસાઈટ બટન પર ક્લિક કરી રોટાવેટર સહાય યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
  2. ત્યાર બાદ વિવિધ યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરો.
  3. ત્યાર બાદ ખેતીવાડી યોજના પર ક્લિક કરો.
  4. તેના પર ક્લિક કર્યા બાદ ખેતીવાડી યોજના ઓની યાદી જોવા મળશે જેમાં રોટાવેટર યોજના પર ક્લિક કરવાની રહેશે.
  5. ત્યાર બાદ નવી અરજી નું ટેબ ખુલશે જેમાં અરજદારે માગ્યા મુજબ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે, અરજદારે માગ્યા મુજબ સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરવાની રહેશે.
  6. ત્યાર બાદ રોટાવેટર નું અસલી પાક્કું બિલ અપલોડ કરવાનું રહેશે.
  7. રોટાવેટર યોજના માટે તમારી અરજી સફળતા પૂર્વક થઈ ચુકી છે.
  8. અરજી સેવ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરી તેની પ્રિન્ટ લઈ લેવી.

રોટાવેટર સહાય યોજનાની Offical વેબસાઈટ :

                           WEBSITE

રોટાવેટર સહાય યોજનામાં રોટાવેટર ની ખરીદી ક્યારે કરવી :

ખેડૂતે રોટાવેટર સહાય યોજનામાં સહાય મેળવવા માટે રોટાવેટર ની ખરીદી અરજી કર્યા પહેલાં કરવાની રહેશે. ગુજરાત સરકાર દ્વારા વર્ષે ૨૦૨૪ થી નવી પદ્ધતિ થી પોર્ટલ ચાલુ કરવામાં આવી છે જેમાં અરજી કરતી વખતે રોટાવેટરનું બિલ અપલોડ કરવાનું રહે છે જેના કારણે ખેડૂત રોટાવેટર ની ખરીદી કર્યા બાદ જ રોટાવેટર સહાય યોજનામાં અરજી કરી શકશે.

રોટાવેટર સહાય યોજનામાં અરજી કયાં કરાવવી :

ખેડૂતે રોટાવેટર સહાય યોજનામાં સહાય મેળવવા માટે ની અરજી ઘરે બેઠા સ્માર્ટફોન દ્વારા જાતે પણ કરી શકે છે અથવા પંચાયત પર કરાવી શકે છે અથવા નજીક ના ઓનલાઇન સેન્ટર પર પણ કરાવી શકે છે.

રોટાવેટર સહાય યોજનામાં અરજી કર્યા બાદ ની પ્રક્રિયા :

ખેડૂતે રોટાવેટર સહાય યોજનામાં સફળતા પૂર્વક અરજી કર્યા બાદ ઉપર આપેલ ડોક્યુમેન્ટ્સ અરજી કર્યા ના ૭ દિવસ ની અંદર પોતાની તાલુકા ખેતીવાડીની ઓફિસ પર અથવા ગ્રામ સેવક પાસે જમા કરાવવાના રહેશે.

રોટાવેટર સહાય યોજનામાં સહાયની રકમ ક્યારે જમા થાય :

દસ્તાવેજો રજુ કર્યા બાદ સરકાર ની નાણાકીય જોગવાઈ મુજબ અરજદાર ના બેંક ખાતા માં સહાયની રકમ જમા કરવામાં આવે છે.

રોટાવેટર સહાય યોજના ગુજરાતી સંપૂર્ણ માહિતી :


FAQ : રોટાવેટર સહાય યોજના

Q. ખેડૂતે અરજી કર્યા બાદ કેટલા સમયગાળા માં ડોક્યુમેન્ટ્સ રજુ કરવા જરૂરી છે?
A.
ખેડૂતે અરજી કર્યા બાદ ૭ દિવસ માં ડોક્યુમેન્ટ્સ રજુ કરવા જરૂરી છે?

Q. રોટાવેટર સહાય યોજના સહાય યોજનાની Offical વેબસાઈટ કઈ છે?
A.
રોટાવેટર સહાય યોજનાની Offical વેબસાઈટ માટે અહીં ક્લિક કરો.

Q. શુ રોટાવેટર સહાય યોજના માં સહાય મેળવવા અરજદારના નામે ટ્રેક્ટર હોવું જરૂરી છે?
A. હા, રોટાવેટર સહાય યોજના માં સહાય મેળવવા અરજદારના નામે ટ્રેક્ટર હોવું ફરજીયાત છે.

Q. એક વખત લાભ લીધા બાદ રોટાવેટર સહાય યોજનામાં કેટલા સમય બાદ લાભ મળવા પાત્ર થાય છે?
A.
એક વખત લાભ લીધા બાદ રોટાવેટર સહાય યોજનામાં ૧૦ વર્ષ બાદ લાભ મળવા પાત્ર થાય છે?

Conclusion

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં રોટાવેટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે. Rotavator Sahay Yojana વિશે Gujarati માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.