સ્માર્ટફોન સહાય યોજના વિશે સંપુર્ણ માહિતી | Smartphone Sahay Yojana [2024]
આ આર્ટીકલમાં સ્માર્ટફોન સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આપવા જઈ રહ્યા છીએ. સ્માર્ટફોન સહાય યોજના અરજી ફોર્મ વગેરે જેવી માહિતી આપી છે.
Smartphone Sahay Yojana 2024 માધ્યમથી, લાભાર્થી સંપૂર્ણ માહિતી મેળવી આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ આર્ટિકલ દ્વારા તમને સ્માર્ટફોન સહાય યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મળશે. આ ઉપરાંત, તમે આ લેખ વાંચીને પાત્રતા, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અરજી સંબંધિત માહિતી પણ મેળવી શકશો.
સ્માર્ટફોન સહાય યોજના 2024 વિષે સંપૂર્ણ માહિતી :
Complete Information
About Smartphone Sahay Yojana 2024 :
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને હિત માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી જેમાંથી એક ખેડૂત મફત સ્માર્ટફોન યોજના શરૂ કરી છે. આ યોજનામાં, ખેડૂતને
ઓછામાં ઓછા રૂ.1,500 થી રૂ. 6,000 સુધી અથવા સ્માર્ટફોનની કુલ કિંમતના 40% સુધીની
નાણાકીય સહાય મળશે. ગુજરાત સરકારે આ યોજના માટે રૂ.15 કરોડનું
બજેટ નક્કી
કર્યું છે. લગભગ 25,000 ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.સ્માર્ટફોન દ્વારા, ખેડૂતો
યુટ્યુબ, ગૂગલ જેવી વિવિધ સાઇટ્સ દ્વારા નવી તકનીકો શીખશે અને તેઓ નવી તકનીકો શીખવા
માટે અન્ય ખેડૂતો સાથે જોડાઈ શકે છે. ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરીને ખેડૂતો કૃષિ
આવકમાં વધારો કરશે. સ્માર્ટફોન દ્વારા ખેડૂતોને સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે
શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ વિશે જાણકારી મળશે.
આ સ્માર્ટફોન ખેડૂત માટે હવામાનની આગાહી, સંભવિત જીવાતોનો ઉપદ્રવ, કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ, આધુનિક ખેતીની તકનીકો અને નિષ્ણાતોના અભિપ્રાય વગેરે સંબંધિત માહિતી મેળવવાનું સરળ બનાવશે.
સ્માર્ટફોન સહાય યોજનાનો ઉદ્દેશ્ય :
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ખેડૂતોના કલ્યાણ માટે સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોના સમર્થન માટે સરકાર 6,000 રૂપિયા અથવા સ્માર્ટફોનની કુલ કિંમતના 40% સુધીની નાણાકીય સહાય આપશે. સ્માર્ટફોન દ્વારા, ખેડૂતો યુટ્યુબ, અને ગૂગલ જેવી વિવિધ સાઇટ્સ દ્વારા નવી તકનીકો શીખશે, અને તેઓ નવી તકનીકો શીખવા માટે અન્ય ખેડૂતો સાથે જોડાઈ શકે છે. ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરીને ખેડૂતો તેમની કૃષિ આવકમાં વધારો કરી શકે જેના ઉદ્દેશ્યો થી આ યોજના શરૂ કરી.સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ મેળવવા લાયકાત ધોરણ :
- અરજદાર ગુજરાત રાજ્ય નો કાયમી નિવાસી હોવો જોઈએ.
- અરજદાર નો મુખ્ય વ્યવસાય ખેતી હોવો જોઈએ.
- અરજદારે સ્માર્ટફોન ની ખરીદી મંજૂરી મળ્યા બાદ કરવાની રહેશે.
- ૭/૧૨ ના ઉતારા માં જો એક થી વધુ નામ હશે તો તેવા કિસ્સામાં માત્ર એકજ વ્યક્તિને લાભ મળવા પાત્ર રહેશે.
નોંધ - વર્ષે 2023 થી સરકાર દ્વારા વહેલા તે પહેલાના ધોરણે અરજી ચાલુ કરવામાં આવે છે જેના કારણે સ્માર્ટ ફોન સહાય યોજના ની અરજી ખુબ જ થોડા સમય માટે ચાલુ રહે છે.
સ્માર્ટફોન સહાય યોજનામાં કેટલી સહાયની રકમ મળે :
- ખેડૂતને ઓછામાં ઓછા રૂ. 1,500 થી રૂ. 6,000 સુધી અથવા સ્માર્ટફોનની કુલ કિંમતના 40% સુધીની નાણાકીય સહાય મળવા પાત્ર રહેશે.
- આ યોજનામાં ખેડૂતને માત્ર 15,000 રૂપિયાના સ્માર્ટફોન સુધી જ સહાય મળવા પાત્ર રહેશે.
સ્માર્ટફોન સહાય યોજના માં અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ :
સ્માર્ટફોન સહાય યોજનામાં અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ નીચે મુજબ છે :- આધાકાર્ડ
- બેંક પાસબુક
- જમીન ના ૭/૧૨ ૮અ ના ઉતારા
- રેશનકાર્ડ
- મોબાઈલ નંબર
સ્માર્ટફોન સહાય યોજના માં અરજી ફોર્મ કેવી રીતે ભરવું :
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ખેડૂતોના કલ્યાણ માટે સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોના સમર્થન માટે સરકાર 6,000 રૂપિયા અથવા સ્માર્ટફોનની કુલ કિંમતના 40% સુધીની નાણાકીય સહાય આપશે. ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરીને ખેડૂતો તેમની કૃષિ આવકમાં વધારો કરી શકે જેના ઉદ્દેશ્યો થી આ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં અરજી કરવા માટેની રીત નીચે મુજબ છે:- સૌ પ્રથમ, અરજદારે નિચે આપેલ વેબસાઈટ બટન પર ક્લિક કરી સ્માર્ટફોન સહાય યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
- ત્યાર બાદ વિવિધ યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરો.
- ત્યાર બાદ ખેતીવાડી યોજના પર ક્લિક કરો.
- તેના પર ક્લિક કર્યા બાદ ખેતીવાડી યોજના ઓની યાદી જોવા મળશે જેમાં સ્માર્ટફોન યોજના પર ક્લિક કરવાની રહેશે.
- ત્યાર બાદ નવી અરજી નું ટેબ ખુલશે જેમાં અરજદારે માગ્યા મુજબ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે, અરજદારે માગ્યા મુજબ સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરવાની રહેશે.
- સ્માર્ટફોન સહાય યોજના માટે તમારી અરજી સફળતા પૂર્વક થઈ ચુકી છે.
- અરજી સેવ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરી તેની પ્રિન્ટ લઈ લેવી.
સ્માર્ટફોન સહાય યોજનાની Offical વેબસાઈટ :
WEBSITEસ્માર્ટફોન સહાય યોજનામાં સ્માર્ટફોન ની ખરીદી ક્યારે કરવી :
અરજી કર્યા બાદ સરકાર દ્વારા કરેલ નાણાકીય જોગવાઈ મુજબ અરજીઓ મંજુર કરવામાં આવશે જેમાં પાત્રતા ધરાવતા ખેડુતો ને સ્માર્ટ ફોન સહાય યોજના ની મંજુરી આપવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ અરજદારે સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે. સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ નિચે આપેલ જરૂરી દસ્તાવેજો ગ્રામસેવક પાસે રજુ કરવાના રહેશે.સ્માર્ટફોન સહાય યોજનામાં મંજુરી મળ્યાબાદ રજુ કરવાના જરૂરી ડોક્યુમેન્ટ્સ :
- આધાકાર્ડ
- બેંક પાસબુક
- ૮-અ ની નકલ
- અરજીની પ્રિન્ટ
- સ્માર્ટફોનનું જીએસટી વાળું બિલ ઓરીજન
- ૮-અ માં એક કરતાં વધુ નામ હોય તો સંમતિ પત્રક
સ્માર્ટફોન સહાય યોજનામાં સહાયની રકમ ક્યારે જમા થાય :
દસ્તાવેજો રજુ કર્યા બાદ સરકાર ની નાણાકીય જોગવાઈ મુજબ અરજદાર ના બેંક ખાતા માં સહાયની રકમ જમા કરવામાં આવે.સ્માર્ટફોન સહાય યોજના ગુજરાતી સંપૂર્ણ માહિતી :
FAQ : સ્માર્ટફોન સહાય યોજના
Q. સ્માર્ટફોન સહાય યોજનામાં સહાય મેળવવા ખેડૂત કયા રાજ્ય નો હોવો જોઈએ?A. સ્માર્ટફોન સહાય યોજનામાં સહાય મેળવવા ખેડૂત ગુજરાત રાજ્ય નો હોવો જોઈએ.
Q. સ્માર્ટફોન સહાય યોજનાની Offical વેબસાઈટ કઈ છે?
A. સ્માર્ટફોન સહાય યોજનાની Offical વેબસાઈટ માટે અહીં ક્લિક કરો.
Q. સ્માર્ટફોન સહાય યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર છે?
A. સ્માર્ટફોન સહાય યોજનામાં ખેડૂતોને સરકાર દ્વારા 6,000 રૂપિયા અથવા સ્માર્ટફોનની કુલ કિંમતના 40% સુધીની નાણાકીય સહાય મળવા પાત્ર છે.
Q. સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ ફરી કેટલા સમય બાદ લાભ મળે છે?
A. સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ આજીવન એક વખત મળે છે.
Conclusion
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સ્માર્ટફોન સહાય યોજના વિશે સંપૂર્ણ
માહિતી આપેલ છે. Smartphone Sahay Yojana વિશે Gujarati માહિતી
આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ
માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને
સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે
તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ
અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો
અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની
કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે
અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા
વિનંતી.
Join the conversation