મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના | Mukhyamantri Gyan Sadhana Merit Scholarship Yojana [2024]

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના | Mukhyamantri Gyan Sadhana Merit Scholarship Yojana

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના ગુજરાત સરકાર દ્વારા શિક્ષિત ગુજરાતનું નિર્માણ કરવાના હેતુ સાથે શરૂ કરવામાં આવેલી એક અગત્યની યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ તેજસ્વી અને મહેનતુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક મદદ પૂરી પારવાનો છે.

આ આર્ટીકલમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના

"મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના" હેઠળ જે વિદ્યાર્થીઓએ અનુદાનિત કે સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કર્યો છે અને 6 થી 18 વર્ષના નબળા વર્ગના તેમજ વંચિત જૂથના બાળકો કે જેમના વાલીની આવક નીર્ધારિત મર્યાદા કરતા ઓછી છે, તેમને રાજ્યની સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 માં પ્રવેશ માટે પસંદ કરીને ધોરણ-9 થી 10 સુધી વાર્ષિક રૂ. 20,000/- અને ધોરણ-11 થી 12 સુધી વાર્ષિક રૂ. 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવશે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવેલી એક અગત્યની યોજના છે. આ યોજના હેઠળ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે અને ધોરણ 11 અને 12 માટે વિવિધ રકમની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • શિક્ષણમાં સમાનતા: ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણ મળી રહે.
  • ગુણવત્તાયુક્ત શિક્ષણ: વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે.
  • કૌશલ્ય વિકાસ: વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવું.
  • કુશળ માનવશક્તિનું નિર્માણ: રાજ્યનો વિકાસ થાય.
  • સમાજમાં સુધારો: શિક્ષિત નાગરિકો સમાજને આગળ વધારે.
  • ગુજરાતને શિક્ષણ હબ બનાવવું: રાજ્યને શિક્ષણનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના મુખ્ય લાભો:

  • શિષ્યવૃત્તિ: ધોરણ 9 થી 12 સુધી માટે નિશ્ચિત રકમની શિષ્યવૃત્તિ
  • શિક્ષણ ફી: યોજના હેઠળ વિદ્યાર્થીઓને શિક્ષણ ફી માટે આર્થિક સહાય મળે છે.
  • પુસ્તકો અને સ્ટેશનરી: વિદ્યાર્થીઓને પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા માટે આર્થિક સહાય મળે છે.
  • હોસ્ટેલ ફી: હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને હોસ્ટેલ ફી માટે આર્થિક સહાય મળે છે.
  • પરીક્ષા ફી: વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓની ફી ભરવા માટે આર્થિક સહાય મળે છે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનામાં સહાયની રકમ:

  • ધોરણ 9 અને 10: વાર્ષિક રૂ. 22,000
  • ધોરણ 11 અને 12: વાર્ષિક રૂ. 25,000

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના માટે જરૂરી દસ્તાવેજો:

યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
  1. આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ
  3. આવકનું પ્રમાણપત્ર
  4. શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  5. જાતિ પ્રમાણપત્ર
  6. પાસપોર્ટ સાઇઝનો ફોટો
  7. સ્વ-ઘોષણા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા]:

  • વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • વિદ્યાર્થીએ સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ કરવો જોઈએ.
  • વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક કુલ આવક ગ્રામીણ વિસ્તાર માટે રૂ. 1.2 લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • વિદ્યાર્થીએ ચોક્કસ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના માટે પરીક્ષાનું ફોર્મેટ:

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું ફોર્મેટ નીચે મુજબનું હોય છે:
  • પ્રશ્નપત્રનું સ્વરૂપ: બહુવિકલ્પ પ્રશ્નો (MCQ) આધારિત.
  • કુલ ગુણ: 120
  • સમય: 150 મિનિટ (2.5 કલાક)
  • વિષયો:
    • MAT (બૌધ્ધિક યોગ્યતા કસોટી): આ ભાગમાં તમારી બુદ્ધિમત્તા અને તાર્કિક વિચારશક્તિ ચકાસવામાં આવે છે.
    • SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી): આ ભાગમાં તમારા અભ્યાસ કરેલા વિષયોનું જ્ઞાન ચકાસવામાં આવે છે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના માટે અરજી કેવી રીતે કરવી:

  • નોંધણી લિંક: નોંધણી લિંક પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ: તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો.
  • OTP: તમારા મોબાઇલ પર આવેલ OTP દાખલ કરો અને પાસવર્ડ સેટ કરો.
  • વિગતો ભરો: તમારી વ્યક્તિગત, શાળા અને અન્ય વિગતો ચોક્કસ ભરો.
  • દસ્તાવેજો અપલોડ કરો: જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • સબમિટ કરો: ફોર્મ સબમિટ કરો.

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. સચોટ માહિતી માટે કૃપા કરીને ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના પોર્ટલ/વેબસાઈટ:

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના માટે મહત્વની તારીખો:

  • અરજી કરવાની શરૂઆતની તારીખ: 29/01/2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 09/02/2024
  • પરીક્ષાની તારીખ: 30/03/2024
  • મેરિટ લિસ્ટ જાહેર કરવાની તારીખ: 18/05/2024

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના માહિતી Download:

આ યોજનાના અમલીકરણ માટે સરકારી ઠરાવ નીચે મુજબ છે.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો:

મુખ્યમંત્રી જ્ઞાન સાધના  યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :

FAQ: મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના :

પ્રશ્ન-1 : મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના શું છે?

જવાબ : ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક સ્કોલરશિપ યોજના

પ્રશ્ન-2 : મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનામાં કોણ અરજી કરી શકે છે?

જવાબ : ગુજરાત રાજ્યની સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ

પ્રશ્ન-3 : મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનામાં સ્કોલરશિપની રકમ કેટલી છે?

જવાબ : ધોરણ 9 અને 10 માટે વાર્ષિક રૂ. 25,000 તથા ધોરણ 11 અને 12 માટે વાર્ષિક રૂ. 35,000

પ્રશ્ન-4 : મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનામાં સ્કોલરશિપ માટે પસંદગી કેવી રીતે કરવામાં આવે છે?

જવાબ : ધોરણ 8ના પરિણામ અને એક પ્રવેશ પરીક્ષાના આધારે

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.