મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના | Mukhya Mantri Matrushakti Yojana [2024]

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના | Mukhya Mantri Matrushakti Yojana

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ, ખાસ કરીને ગર્ભવતી અને નવજાત શિશુઓ ધરાવતી માતાઓના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી એક સરકારી યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય માતા અને બાળક બંનેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને તેમના સર્વાંગી વિકાસમાં ફાળો આપવાનો છે.

આ આર્ટીકલમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના

તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. કોઇપણ રાજ્ય કે દેશના વિકાસ માટે રાજ્યનું માનવધન વિકસિત હોવુ ખુબ જરૂરી છે. સંકલિત બાળ વિકાસ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવાનો છે. 

ગર્ભમાં રહેલ બાળકના 270 દિવસ અને જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ પોષણ અને વિકાસની દૃષ્ટિએ ખૂબ જ અગત્યના હોય છે. આ 1000 દિવસના સમયગાળાને બાળકને પુરતુ પોષણ આપી તેનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે 'First Window of Opportunity' તરીકે ઓળખાય છે. 

આ તબક્કા દરમ્યાન માતા તેમજ બાળકના આહારમાં અન્ન સાથે પ્રોટીન, ફેટ તેમજ સુક્ષ્મ પોષકતત્વો પણ ઉપલબ્ધ થાય તે ખુબ જ અગત્યનું છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ સરકાર દ્વારા આ 1000 દિવસમાં સગર્ભા મહિલા અને માતાઓના પોષણ માટે 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' માટે અમલમાં મુકવાનું નક્કી કરેલ છે. આ યોજનાના અમલીકરણ માટે સરકાર નીચે મુજબ ઠરાવે છે. 

આ યોજના હેઠળ, ગર્ભવતી માતાઓ અને તેમના બાળકોને ગર્ભાવસ્થાના સમયથી લઈને બાળકના જન્મ પછીના બે વર્ષ સુધી પૂરતું પોષણ મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ માટે, સરકાર ગર્ભવતી માતાઓને દર મહિને ચણા, તુવેર દાળ અને સીંગ તેલ જેવા પૌષ્ટિક ખોરાક આપે છે. આનાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહી શકે છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • ગર્ભવતી મહિલાઓનું સ્વાસ્થ્ય: ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને નિયમિત તબીબી તપાસ અને પોષણ મળે તેની ખાતરી કરવી.
  • સુરક્ષિત પ્રસવ: સુરક્ષિત પ્રસવની સુવિધાઓ પૂરી પાડવી અને માતૃ મૃત્યુદર ઘટાડવો.
  • નવજાત શિશુનું સ્વાસ્થ્ય: નવજાત શિશુઓને જરૂરી રસીકરણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવી.
  • બાળ મૃત્યુદર ઘટાડવો: શિશુ મૃત્યુદર ઘટાડવા માટે જરૂરી પગલાં લેવા.
  • કુપોષણ ઘટાડવો: માતા અને બાળક બંનેમાં કુપોષણની સમસ્યાને દૂર કરવી.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના મુખ્ય લાભો:

  • મફત તબીબી તપાસ: ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત તબીબી તપાસ.
  • પોષણ આહાર: ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને પોષણ આહાર.
  • સુરક્ષિત પ્રસવ: સરકારી હોસ્પિટલોમાં મફત સુરક્ષિત પ્રસવની સુવિધા.
  • નવજાત શિશુ માટે રસીકરણ: નવજાત શિશુઓને મફત રસીકરણ.
  • આરોગ્ય સેવાઓ: બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ આરોગ્ય સેવાઓ.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો:

યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.

  1. આધાર કાર્ડ
  2. મમતા કાર્ડ
  3. રેશન કાર્ડ
  4. મોબાઇલ નંબર
  5. ગુજરાત રાજ્યનો રહેઠાણનો પુરાવો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે અરજી કેવી રીતે કરવી:

  1. લાભાર્થીએ આઇસીડીએસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવાની રહેશે તથા આંગણવાડી સેવાઓનો લાભ લેવાનો રહેશે.
  2. આરોગ્ય વિભાગના સોફ્ટવેર(Techo) માં સગર્ભા મહિલા અને જન્મથી બે વર્ષ સુધીના બાળકની માતાની નોંધણી કરવાની રહેશે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :

  • લાભાર્થી આધારકાર્ડ ધરાવતી હોવી જોઇએ.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના Techo સોફટવેરમાં નોંધણી થયેલ હોવી જોઇએ. 

નોંધ: આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. વધુ માહિતી માટે તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી વેબસાઇટનો સંપર્ક કરો. 

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પોર્ટલ/વેબસાઈટ :

  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના પોર્ટલ : https://1000d.gujarat.gov.in
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ : https://wcd.gujarat.gov.in
  • આ યોજના માટે હેલ્પલાઇન નંબર : 155209

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માહિતી પોસ્ટર/ Photos :

સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે. 
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના | Mukhya Mantri Matrushakti Yojana મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના | Mukhya Mantri Matrushakti Yojana મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના | Mukhya Mantri Matrushakti Yojana મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના | Mukhya Mantri Matrushakti Yojana મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના | Mukhya Mantri Matrushakti Yojana મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના | Mukhya Mantri Matrushakti Yojana

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માહિતી Download:

આ યોજનાના અમલીકરણ માટે સરકારી ઠરાવ નીચે મુજબ છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો : 

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો  :

FAQ: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના :

પ્રશ્ન-1 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કોના માટે છે?

ગુજરાત રાજ્ય ની સગર્ભા મહિલાઓ અને તેમના બાળક ને પોષણયુક્ત ખોરાક આપવા માટે છે

પ્રશ્ન-2 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?

જવાબ : મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર

પ્રશ્ન-3 :મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે સતાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ : સતાવાર વેબસાઈટ : https://1000d.gujarat.gov.in

પ્રશ્ન-4 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે હેલ્પલાઇન નંબર શું છે?

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે હેલ્પલાઇન નંબર 155209

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. 

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. 

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.