મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના | Mukhyamantri Yuva Swavalamban Yojana [2024]

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના | Mukhyamantri Yuva Swavalamban Yojana
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યુવાનોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાની એક પ્રશંસનીય પહેલ છે. આ યોજના હેઠળ વિવિધ શૈક્ષણિક કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે.
આ આર્ટીકલમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી "મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના" ગુજરાતના યુવાનોને ઉચ્ચ શિક્ષણના સપનાને સાકાર કરવામાં મદદ કરવા માટે એક પ્રયાસ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને સ્વયં સંચાલિત બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત GMERS અને અન્ય ડેન્ટલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 5 વર્ષમાં 10 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે, તથા ધોરણ 10 અને 12માં 80%થી વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા કોર્સ માટે વાર્ષિક 25,000 રૂપિયા અથવા કુલ ફીના 50% (જે ઓછું હોય તે) મળે છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • યુવાનોને સશક્ત બનાવવા: ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે આર્થિક સહાય પૂરી પાડીને.
  • શિક્ષણ: ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય મળે છે.
  • કૌશલ્ય વિકાસ: નવી કુશળતા શીખવાની તક મળે છે.
  • રોજગાર: સ્વરોજગાર માટે લોન મળે છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મુખ્ય લાભો:

  • ટ્યુશન ફી: કેટલાક અભ્યાસક્રમો માટે ટ્યુશન ફીમાં રાહત અથવા સંપૂર્ણ છૂટ
  • સાધન-સામગ્રી: પુસ્તકો, નોટબુક, કેલ્ક્યુલેટર જેવી વસ્તુઓ ખરીદવા માટે સહાય
  • હોસ્ટેલ ફી: જો તમે હોસ્ટેલમાં રહો છો તો હોસ્ટેલ ફીમાં રાહત
  • સર્વે વિદ્યાર્થીઓ: પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે અરજી કરી શકે છે.
  • મેડિકલ વિદ્યાર્થીઓ: ₹10 લાખ સુધીની નાણાકીય સહાય મળી શકે છે.
  • સર્વે કેટેગરીના વિદ્યાર્થીઓ: ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ.
  • પ્રદેશના વિદ્યાર્થીઓ: દર મહિને ₹1200 ની નાણાકીય સહાય.
  • 80% માર્કસ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ: ડિપ્લોમા કોર્સ માટે દર વર્ષે ₹25,000 અથવા કોર્સ ફીના 50% સુધીની સહાય.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં સહાયની રકમ:

ટ્યુશન ફી સહાય

અભ્યાસક્રમો સહાય
મેડિકલ (MBBS) અને ડેન્ટલ (BDS) 2 લાખ
ડિપ્લોમાં અભ્યાસક્રમો 25 હજાર
પ્રોફેશનલ ગ્રેજ્યુએશન કોર્સ- BE BTech. BPharm 50 હજાર
સ્નાતક અભ્યાસક્રમો - Boom BSC, BA, BCA, BBA 10 હજાર

પુસ્તકો અને સાધન સહાય

અભ્યાસક્રમો સહાય
મેડીકલ અને ડેન્ટલ 10 હજાર
ઈજનેરી, ફાર્મસી, આર્કિક્ચર, એગ્રીકલ્ચર 5 હજાર
ડિપ્લોમા 3 હજાર

હોસ્ટેલ ફી સહાય

અભ્યાસક્રમો સહાય
હોસ્ટેલ માં રહેતા વિદ્યાર્થીઓ 12 હજાર

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે જરૂરી દસ્તાવેજો:

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
  1. આધાર કાર્ડ
  2. જન્મ પ્રમાણપત્ર
  3. શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  4. આવકનો દાખલો
  5. રહેઠાણનો પુરાવો
  6. બેંક પાસબુકની નકલ

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા]:

    • ગુજરાત રાજ્યનું કાયમી નિવાસ: અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ.
    • આર્થિક પછાત વર્ગ: અરજદારની વાર્ષિક આવક 6 લાખ થી વધુ ન હોવી જોઈએ.
    • અભ્યાસમાં સફળતા: ઓછામાં ઓછા 50% માર્ક્સ મેળવવા.
    • નિયમિત હાજરી: ઓછામાં ઓછી 75% હાજરી હોવી જોઈએ.
    • હાજરીનું પ્રમાણપત્ર: સંસ્થા પાસેથી હાજરીનું પ્રમાણપત્ર મેળવી MSMYની વેબસાઇટ પર અપલોડ કરવું.

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે અરજી કેવી રીતે કરવી:

    • વેબસાઇટ પર જાઓ: સતાવાર વેબસાઈટ ની મુલાકાત લો.
    • નવું એકાઉન્ટ બનાવો: તમારી વિગતો ભરો.
    • લોગિન કરો: તમારા યુઝરનેમ અને પાસવર્ડથી.
    • અરજી ફોર્મ ભરો: માંગવામાં આવેલી બધી માહિતી ભરો.
    • દસ્તાવેજો અપલોડ કરો: આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર વગેરે.
    • અરજી સબમિટ કરો: તમારી અરજી સબમિટ કરો.

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પોર્ટલ/વેબસાઈટ:

    • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના પોર્ટલ : https://mysy.guj.nic.in/ 
    • આ યોજના માટે હેલ્પલાઈન નંબર : 7043333181

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માહિતી પોસ્ટર/ Photos :

    સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.
    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માહિતી Download:

    આ યોજનાના અમલીકરણ માટે સરકારી ઠરાવ નીચે મુજબ છે 

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો:

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :


    FAQ : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના :

    પ્રશ્ન-1 : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કોના માટે છે?

    જવાબ : ગુજરાતના આર્થિક રીતે નબળા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે

    પ્રશ્ન-2 : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?

    જવાબ : શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

    પ્રશ્ન-3 : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે સતાવાર વેબસાઈટ કઈ છે?

    જવાબ : સતાવાર વેબસાઈટ : https://mysy.guj.nic.in/

    પ્રશ્ન-4 : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે હેલ્પલાઈન નંબર શું છે?

    જવાબ : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે હેલ્પલાઇન નંબર 7043333181

    Conclusion :

    અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

    અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

    Disclaimer :

    આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

    જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

    આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.