શ્રમિક બસેરા યોજના | Shramik Basera Yojana [2024]

શ્રમિક બસેરા યોજના | Shramik Basera Yojana
શ્રમિક બસેરા યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવીન યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના બાંધકામ કામદારો અને અન્ય શ્રમિકોને સસ્તું અને સુવિધાજનક આવાસ પૂરું પાડવાનો છે.

આ આર્ટીકલમાં શ્રમિક બસેરા યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

શ્રમિક બસેરા યોજના

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બાંધકામ કામદારો અને મજૂરોના જીવનધોરણમાં સુધારણા લાવવા માટે "શ્રમિક બસેરા યોજના" શરૂ કરવામાં આવી છે. ગુજરાત શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્ય સરકાર વિવિધ આવાસોનું નિર્માણ કરશે જ્યાં મજૂરો અને બાંધકામ કામદારો ને રહેવાની સુવિધા મળશે. આ કેન્દ્રોમાં એક દિવસ રહેવા માટે નાગરિકોને માત્ર 5 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.

ગુજરાત સરકારે જણાવ્યું છે કે સુવિધાઓ તૈયાર થયા પછી, આ શ્રમિક બસેરા યોજના થી લગભગ 15,000 બાંધકામ કામદારોને લાભ મળશે. આ યોજના અમલી બનાવવા માટે રાજ્ય સરકાર કુલ 1500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

શ્રમિક બસેરા યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • સસ્તું આવાસ: શ્રમિકોને ઓછા ભાડે રહેવાની જગ્યા મળે.
  • સુરક્ષિત આવાસ: શ્રમિકો માટે સુરક્ષિત અને સ્વચ્છ રહેવાની જગ્યા મળે.
  • જીવનધોરણ સુધારવું: શ્રમિકો અને તેમના પરિવારોનું જીવનધોરણ સુધરે.
  • રાજ્યમાં કામદારોને આકર્ષવા: ગુજરાતમાં વધુને વધુ લોકો કામ કરવા આવે.

શ્રમિક બસેરા યોજનાના મુખ્ય લાભો:

  • સસ્તું અને સુરક્ષિત આવાસ: શ્રમિકોને સસ્તા ભાવે સુરક્ષિત રહેવાની જગ્યા મળે છે.
  • મૂળભૂત સુવિધાઓ: શૌચાલય, સ્નાનગૃહ, પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓ મળે છે.
  • જીવનધોરણમાં સુધારો: શ્રમિકો અને તેમના પરિવારનું જીવનધોરણ સુધરે છે.
  • અન્ય લાભો: બાળકો માટે સુવિધા, આરોગ્ય અને સામાજિક સુરક્ષા જેવા લાભો પણ મળી શકે છે.

શ્રમિક બસેરા યોજનામાં મળતી સુવિધાઓ:

  • રહેવાની જગ્યા
  • શૌચાલય
  • સ્નાનગૃહ
  • પીવાનું પાણી
  • વીજળી

શ્રમિક બસેરા યોજના માટે જરૂરી દસ્તાવેજો:

યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
  1. આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ
  3. ઇ-નિર્માણ કાર્ડ
  4. આવકનો દાખલો
  5. જાતિનો દાખલો
  6. પાસપોર્ટ ફોટો

શ્રમિક બસેરા યોજના માટે અરજી કેવી રીતે કરવી:

  1. ગુજરાત સરકારનું સન્માન પોર્ટલ આ યોજના માટે અરજી કરવાનું સૌથી સરળ માધ્યમ છે. તમે આ પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો.
  2. તમે તમારા નજીકના જિલ્લા કલેક્ટરની કચેરીમાં જઈને પણ અરજી ફોર્મ મેળવી શકો છો અને તેને ભરીને જમા કરાવીશકો છો.

શ્રમિક બસેરા યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા]:

  • નાગરિકતા: અરજદાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
  • નિવાસ: અરજદાર ગુજરાત રાજ્યમાં રહેતો હોવો જોઈએ.
  • આવક: અરજદારની વાર્ષિક કુલ આવક નિર્ધારિત મર્યાદામાં હોવી જોઈએ.

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. વધુ ચોક્કસ માહિતી માટે કૃપા કરીને નજીકની સરકારી કચેરીનો સંપર્ક કરો.

શ્રમિક બસેરા યોજના પોર્ટલ/વેબસાઈટ:

સતાવાર વેબસાઈટ : https://enirmanbocw.gujarat.gov.in/
ગુજરાત શ્રમિક હેલ્પલાઇન નંબર: 155372

શ્રમિક બસેરા યોજના માહિતી પોસ્ટર/ Photos :

સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ શ્રમિક બસેરા યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.
શ્રમિક બસેરા યોજના | Shramik Basera Yojana શ્રમિક બસેરા યોજના | Shramik Basera Yojana શ્રમિક બસેરા યોજના | Shramik Basera Yojana શ્રમિક બસેરા યોજના | Shramik Basera Yojana

શ્રમિક બસેરા યોજના માહિતી Download:

શ્રમિક બસેરા યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો:

શ્રમિક બસેરા યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો :

FAQ: શ્રમિક બસેરા યોજના :

પ્રશ્ન-1 : શ્રમિક બસેરા યોજનાનો લાભ કોણ લઈ શકે?

જવાબ : બાંધકામ કરતા કામદારો અને તેમના પરિવારો

પ્રશ્ન-2 : શ્રમિક બસેરા યોજનામાં રહેવા માટે કેટલું ભાડું ચૂકવવું પડે?

જવાબ : દિવસના 5 રૂપિયા

પ્રશ્ન-3 : શ્રમિક બસેરા યોજના કયારે શરૂ કરવામાં આવી?

જવાબ : તારીખ 18/07/2024 ના રોજ

પ્રશ્ન-4 : શ્રમિક બસેરા યોજના માટે હેલ્પલાઈન નંબર શું છે?

જવાબ : શ્રમિક બસેરા યોજના માટે હેલ્પલાઈન નંબર 155372

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શ્રમિક બસેરા યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.