વૃદ્ધ પેન્શન યોજના | Vrudh Pension Yojana Gujarat

વૃદ્ધ પેન્શન યોજના | Vrudh Pension Yojana Gujarat
વૃદ્ધ પેન્શન યોજના ભારત સરકાર દ્વારા વૃદ્ધ લોકોના જીવનધોરણ સુધારવા માટે શરૂ કરવામાં આવેલી એક કલ્યાણકારી યોજના છે. આ યોજનાનો હેતુ વૃદ્ધ લોકોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

આ આર્ટીકલમાં વૃદ્ધ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

વૃદ્ધ પેન્શન યોજના

ગુજરાત સરકાર દ્વારા વૃદ્ધ નાગરિકોના સુખી અને સુરક્ષિત જીવન માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં "વૃદ્ધ પેન્શન યોજના" પણ એક મહત્વની યોજના છે. જેનું સરકાર દ્વારા નામ બદલી "નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના" રાખવામા આવ્યું જેને "Assistance Destitute Old Age Pension-ASD" પણ કહેવાય છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વૃદ્ધોને તેમની વૃદ્ધાવસ્થામાં આર્થિક સહાય પૂરી પાડીને તેમનું જીવનધોરણ સુધારવાનો છે.

વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ વરિષ્ઠ નાગરિકો કે જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય તેમને આપવામાં આવે છે. આ યોજના હેઠળ 60 થી 79 વર્ષ સુધીના લાભાર્થીને રૂ.1000/- તથા 80 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં લાભાર્થીને રૂ. 1250/- ની માસિક સહાય ચૂકવવામાં આવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સહાયની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

વૃદ્ધ પેન્શન યોજનાના મુખ્ય ઉદ્દેશો:

  • આર્થિક સુરક્ષા: વૃદ્ધ નાગરિકોને નિયમિત આર્થિક સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવી.
  • જીવનધોરણમાં સુધારો: આર્થિક સહાયથી વૃદ્ધ નાગરિકો પોતાની આરોગ્ય, આવાસ અને અન્ય જરૂરી જરૂરિયાતો પૂરી કરી શકે છે.

વૃદ્ધ પેન્શન યોજનાના મુખ્ય લાભો:

  • નિયમિત પેન્શન: વૃદ્ધોને આર્થિક પુરી પાડવામાં આવે છે.
  • સ્વાસ્થ્ય સુખાકારી: વૃદ્ધોને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે પૂરતી રકમ મળે છે.
  • આર્થિક સ્વતંત્ર: વૃદ્ધોને તેમના પરિવાર પર આર્થિક બોજ રહેતો નથી.
  • સમાજમાં માન-સન્માન: વૃદ્ધોને સમાજમાં માન-સન્માન સાથે જીવવાની તક મળે છે.

વૃદ્ધ પેન્શન યોજનામાં મળવાપાત્ર સહાયની રકમ:

વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 60 થી 79 વર્ષ સુધીના લાભાર્થીને રૂ.1000/- અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં લાભાર્થીને રૂ. 1250/- ની માસિક સહાય ચૂકવવામાં આવે છે.

વૃદ્ધ પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજો:

યોજના માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • ઉંમરનો પુરાવો
  • આવકનો દાખલો.
  • બેંક પાસબુકની નકલ
  • ૨૧ વર્ષ થી વધુ વયનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝના ફોટો

વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી:

  1. મામલતદાર કચેરીથી વૃદ્ધ પેન્શન યોજનાનું અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
  2. અરજી પત્રક સંપૂર્ણ ભર્યા બાદ ઓનલાઇન સેન્ટર પર વૃદ્ધ પેન્શન યોજનાની અરજી કરી શકો છો.
  3. ગ્રામ્ય કક્ષાએ (V.C.E.) ગ્રામ પંચાયતથી Digital Gujarat મારફતે ઓનલાઈન અરજી કરી શકાય છે.

વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીની લાયકાત[પાત્રતા] :

  • ઉંમર: અરજદારની ઉંમર 60 વર્ષે કે તેથી વધુ હોવી જોઈએ.
  • પુત્ર: 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ.
  • ગંભીર બીમારી: પુત્ર માનસિક અસ્થિર હોય અથવા કેન્સર, ટી.બી જેવી ગંભીર બીમારીથી પીડાતો હોય તો પણ અરજી કરી શકાય.
  • દિવ્યાંગ વ્યક્તિ: જો 75% થી વધુ દિવ્યાંગતા હોય તો તેમની ઉંમર 45 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • આવક: લાભાર્થીની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1,20,000/- તથા શહેરી વિસ્તારમાં રૂ. 1,50,000/- થી વધુ ન હોવી જોઈએ.
  • કાયમી વસવાટ: ગુજરાતમાં ઓછામાં ઓછા 10 વર્ષથી કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.

વૃદ્ધ પેન્શન યોજના પોર્ટલ/વેબસાઈટ:

  • ડિજિટલ ગુજરાત પોર્ટલ : https://www.digitalgujarat.gov.in/
  • આ યોજના માટે હેલ્પલાઇન નંબર : 18002335500

વૃદ્ધ પેન્શન યોજના માહિતી પોસ્ટર/ Photos:

સોસીઅલ મીડિયા અને સરકારી વેબસાઈટ વગેરે જગ્યાએ વૃદ્ધ પેન્શન યોજના વિશે શેર કરેલ ફોટો અને પોસ્ટર નીચે મુજબ છે.
વૃદ્ધ પેન્શન યોજના | Vrudh Pension Yojana Gujarat

વૃદ્ધ પેન્શન યોજના અરજી પત્રક Pdf Download:

અહીં નીચે ક્લિક કરી Vrudh Pension Yojana 2024 Form Pdf Download કરી શકો છો.

વૃદ્ધ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો:

વૃદ્ધ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી વિડિયો ગુજરાતીમાં જોવા નીચેના બટન પર ક્લિક કરી જોઈ શકશો:

FAQ : વૃદ્ધ પેન્શન યોજના :

પ્રશ્ન-1 : વૃદ્ધ પેન્શન યોજના હેઠળ કેટલી સહાય મળે છે?

જવાબ : 60 થી 79 વર્ષ સુધીના લાભાર્થીને રૂ.1000/- અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં લાભાર્થીને રૂ. 1250/- ની માસિક સહાય મળે

પ્રશ્ન-2 : વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલી ઉંમરના નાગરિકો અરજી કરી શકે?

જવાબ : 60 વર્ષ કે વધુ ઉંમરના

પ્રશ્ન-3 : વૃદ્ધ પેન્શન યોજના હેઠળ સહાય ક્યારે બંધ થાય ?

જવાબ : લાભાર્થીઓનું અવસાન થવાથી

પ્રશ્ન-4 : વૃદ્ધ પેન્શન યોજનાની અરજી ક્યાં જમા કરાવવી?

જવાબ : સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય

પ્રશ્ન-5 : વૃદ્ધ પેન્શન યોજનામાં અરજી મંજુર/નામંજુર કરવાની સત્તા કોની પાસે છે?

જવાબ : મામલતદારશ્રી પાસે

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વૃદ્ધ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.

અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર.

Disclaimer :

આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. આમાં ત્રુટી હોઈ શકે છે. વધુ અને સંપૂર્ણ માહિતી માટે સરકારી ઓફીસીઅલ વેબસાઇટનો સંપર્ક કરવા અમારી વિનંતી છે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ખેતી વિષે માહિતી આપવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.